Mehsana news: મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, એક આરોપીની પોલીસે કરી અટકાયત
Mehsana news: મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, એક આરોપીની પોલીસે કરી અટકાયત
મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. નાની કડીની આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50માંથી અમૂલ અને સાગર બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. મહેસાણા SOGની ટીમે બાતમીના આધારે રેડ કરીને મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના 880 ઘીના પાઉચ અને ત્રણ ડબ્બા મળી કૂલ 400 લીટરથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. સાથે જ સ્થળ પર હાજર રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી. આરોપી પાસે સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ બીલ પણ મળ્યા નહોતા. ત્યારે હાલ તો શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરી છે. સેમ્પલના રિપોર્ટ બાદ જ શંકાસ્પદ ઘી અંગે હકિકત માલૂમ પડશે.