Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત

મહેસાણાના ખેરાલુ અંબાજી હાઈવે પર એસટી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત નિપજ્યા. જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. મચકોડા ગામના એક જ પરિવારના પાંચ સભ્યો કાર લઈને હોસ્પિટલથી પોતાના ગામ જતા હતા ત્યારે જ ખેરાલુના જૈન મંદિર પાસે અકસ્માત થયો હતો. જેમાં પિતા ચંદુભાઈ અને પુત્ર સાગરનું મોત નિપજ્યું.. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. ખેરાલુ અંબાઈ હાઈવેનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે.. ત્યારે દિશાસૂચક બોર્ડ ન લગાવતા અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે.. ભાજપના ધારાસભ્યએ પણ આરએન્ડબીને પત્ર લખીને રજૂઆત કરી છે.. તો ખેરાલુ નગરપાલિકાના સભ્ય ચેતન ઠાકોરે આરએન્ડબીના અધિકારીઓ પર અણઘટ વહિવટને લીધે અકસ્માત થતા હોવાનો આરોપ લગાવ્યો.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola