
Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર
મહેસાણા બહુચરાજી ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળા માં અસમાજિક તત્વો દ્વારા દારૂ ની મહેફીલ ને લઇ એબીપી અસ્મિતા ના હું તો બોલીશ અહેવાલ કાર્યકમ ના અહેવાલ બાદ જિલ્લા તંત્ર આવ્યું હરકતમાં મહેસાણા કલેકટર દ્વારા એક ટીમ ને શાળાની મુલાકાતે મોકલી પ્રશ્ન નો તાત્કાલિક નિકાલ કરવા અપાયા આદેશ.
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં abp અસ્મિતાના અહેવાલની અસર. કુમાર પ્રાથમિક શાળાના પરિસરમાં કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા હોય છે.. સમગ્ર મામલે મુખ્ય શિક્ષકે અનેકવાર રજૂઆત કરી..પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું. સમગ્ર મામલે abp અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું..જિલ્લા કલેક્ટરે તપાસ માટે એક ટીમ શાળામાં મોકલી. બહુચરાજીના મામલતદારને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો. બહુચરાજી પોલીસે પણ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.શાળાની ફરતે દીવાલ અને સીસીટીવી કેમેરા લગાવવા પણ ભલામણ કરવામાં આવી.