Mehsana: રખડતા ઢોરોનો વધ્યો આતંક, એક વર્ષમાં કેટલી અકસ્માતની ઘટનાઓ ઘટી?
મહેસાણા(Mehsana)માં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તાર અને માર્ગ પર પશુઓના જમાવડાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘણી વખત ઢોરોના કારણે અકસ્માત જેવી ઘટના પણ બનતી હોય છે. જેના કારણે એક વર્ષમાં 150થી વધુ અકસ્માત થયા છે.