Mehsana News: ટાર્ગેટના ચક્કરમાં દારૂ પીવડાવી નસબંધી કરી નાખી!, આરોગ્ય વિભાગના ખેલનો પર્દાફાશ
આરોગ્યમંત્રીના હોમ ટાઉનમાં આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. ટાર્ગેટ પૂર્ણ કરવાના ચક્કરમાં નવી શેઢાવી ગામના 31 વર્ષીય અપરિણીત યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવાતા હોબાળો મચ્યો છે.
મહેસાણામાં આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો. યુવકની જાણ બહાર નસબંધી કરી દેવાયાની ઘટના સામે આવી. ટાર્ગેટ પૂર્ણ કરવાના ચક્કરમાં નવી શેઢાવી ગામના 31 વર્ષીય અપરિણીત યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવાતા હોબાળો મચ્યો. મજૂરી કામે લઈ જવાનું કહી યુવકનું ઓપરેશન કરાવ્યાનો આક્ષેપ થતા આરોગ્ય વિભાગ સામે સવાલ ઉઠ્યા.. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકને આંબલિયાસણ PHCની ગાડીમાં અડાલજ લઈ જવાયો. ત્યારે ત્યાંના તબીબ મુજબ સૂરજ PHC સેન્ટરના કહેવાથી માત્ર ગાડીમાં લઈ ગયાનો દાવો કર્યો. એવામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ એકબીજા પર ખો આપતા જોવા મળ્યા.
Tags :
Mehsana News