Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ

Continues below advertisement

અમદાવાદના આંગણે BAPS સ્વામિનારાયણ સંસ્થા રચશે ઈતિહાસ. ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાય તેવો કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બે દિવસ બાદ યોજનારા આ ઐતિહાસિક કાર્યક્રમ માટે હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 30 દેશના લાખો ભક્તો ઉપસ્થિત રહેવાના છે. આ મહોત્સવ થવાનું મુખ્ય કારણ ઈ.સ 1907માં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના બાદ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ ચાલતી જ હતી જ, પરંતુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી 1972માં આયોજનબદ્ધ એક માળખાની રચના કરવામાં આવી હતી.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી BAPSના લાખો સ્વયંસેવકો અને લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું વૈશ્વિક વૃંદ તૈયાર થવાથી આ ઉજવણી થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7મી ડિસેમ્બરે આ કાર્યક્રમ બપોરે 3થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત કરાઇ હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે કે મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ માણી શકશે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ બીએપીએસની વેબ સાઈડ પર પ્રસારિત કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram