વાલીઓને ફી ભરવા દબાણ કરતી રાજકોટની કઇ ત્રણ શાળાને અપાઇ નોટિસ, જુઓ વીડિયો

રાજકોટમાં વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં પૂરી ફી ભરવા દબાણ કરતી ત્રણ શાળાઓને નોટિસ આપવામાં આવી છે. ઉત્કર્ષ સ્કૂલ, માસૂમ સ્કૂલે વાલીઓને 31 ઓક્ટોબર પહેલા ફી ભરશે તો જ તેમને 25 ટકા ફી માફીનો લાભ મળશે જ્યારે નિર્મલા સ્કૂલે વાલીઓને અત્યારે પૂરી ફી ભરવા અને ત્યારબાદ ચોથો હપ્તો બાદ મળશે તેવું જણાવતા DEOએ ત્રણેય સ્કૂલને નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. અગાઉ પણ કેટલીક ખાનગી શાળાઓ ફી મુદ્દે દબાણ કરતી હોવાની પણ ડીઈઓમાં રજૂઆતો કરવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola