ગ્લાસગોથી વિદાય થતી વખતે ખુદ PM મોદીએ વગાડ્યું ડ્રમ, હાથથી આ રીતે આપી થાપ, જુઓ વીડિયો
ગ્લાસગોથી રવાના થતાં પહેલા પીએમ મોદીએ મૂળ ભારતીય સમૂદાયના લોકોના આગ્રહને વશ થઇને ડ્રમ વગાડ્યું હતું. ડ્રમ પર હાથથી થાપ આપીને ભારતીય સમુદાયના લોકોને ખુશ કરી દીધા હતા. તેમણે વિદાય સમયે લોકો ઓટોગ્રાફ આપ્યાં હતા. એક મહિલાના હાથમાં ઓટોગ્રાફ આપતાં મહિલા ભાવુક થઇ ગઇ હતી. PM Modi Return India: ઈટાલી અને બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ PM મોદી આજે સવારે 8.15 વાગ્યે દિલ્હી પહોંચશે. ભારતીય સમય અનુસાર પીએમ મોદીએ મંગળવારે રાત્રે 11 વાગ્યે ગ્લાસગોથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ગ્લાસગોથી ભારત જતા પહેલા ભારતીય મૂળના લોકો પીએમ મોદીને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ડ્રમ સાથે પહોંચ્યા હતા, લોકોની વિનંતી પર પીએમ મોદીએ પણ ડ્રમ પર થપ્પા લગાવ્યા હતા.