Amit Shah In Ahmedabad | આજે અમદાવાદમાં અમિત શાહ, જાણો શું છે આજનું શિડ્યુઅલ?
અમિત શાહ બે દિવસ અમદાવાદ પ્રવાસે આવવાના છે. આ દરમિયાન અમિત શાહ પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે સાથે સાથે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે. તેમજ પરિવાર સાથે રક્ષાબંધન તહેવાર ઉજવશે. એક અઠવાડિયામાં અમિત શાહની અમદાવાદમાં આ બીજી મુલાકાત છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે અમદાવાદમાં નાગરિકતા (સુધારા) કાયદાની જોગવાઈઓ હેઠળ પડોશી દેશોના 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે... એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, પડોશી દેશોમાં ઉત્પીડનને કારણે ભારતમાં આશરો લેનારા લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. અમિત શાહ અમદાવાદમાં બે દિવસના પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાના પ્રોજક્ટનું ખાતમુર્હૂત, લોકાર્પણ અને ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં સામેલ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિસ્તારના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુર્હૂત, લોકાર્પણ અને ઉદઘાટન કરશે.