અમરેલી: શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળેલા પરેશ ધાનાણીની કરાઈ અટકાયત
અમરેલીઃ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા. જોકે, પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી. ધાનાણી સહિત કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી છે. પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ. અમરેલી શહેરમા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી થઈ હતી. તેમજ અંતે તેમની અટકાયક કરી લેવામાં આવી છે.