Bharat Bandh: બંધમાં નહીં જોડાવાની જાહેરાત બાદ પણ રાજકોટના બેડી યાર્ડમાં દુકાનો બંધ, જુઓ વીડિયો

આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ભારત બંધ માં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાય તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે, 8 વાગ્યા છતાં યાર્ડમાં એક પણ દુકાનો ખુલ્લી નહોતી. દલાલ મંડળ અને વેપારીઓએ દ્વારા ગઇકાલે સવારે બંધ ને સમર્થન અપવામાં આવ્યું હતું પરંતુ રાત્રીના સમર્થન પરત ખેંચ્યું હતું.
સામાન્ય રીતે યાર્ડમાં દુકાનો 8 વાગ્યે ખુલી જતી હોય છે પરંતુ આજે બંધ જોવા મળી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola