શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ રૂપાણી-પાટીલ સહિતના નેતાઓ ખુરશી પરથી ઉભા થઇ ગયા

Continues below advertisement

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હોવાથી ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની ચર્ચા ચાલી હતી. આ કારણે નીતિન પટેલ સહિતના જૂના જોગી શપથવિધીમાં હાજર રહેશે કે નહીં એ અટકળો ચાલતી હતી.

આ અટકળોને ખોટી પાડીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર રહ્યા હતા. વિજય રૂપાણી તો સૌથી પહેલાં આવી ગયા હતા જ્યારે નીતિન પટેલ સૌથી છેલ્લા આવ્યા હતા. રૂપાણી પછી પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય  સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવ્યા હતા. નીતિન પટેલની ખુરશી ખાલી હતી તેથી એ આવશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નીતિન પટેલે એન્ટ્રી કરી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram