અસ્મિતા વિશેષ: 22 વર્ષે ‘23નો વિદ્રોહ’ ?
શું 22 વર્ષ બાદ 23ના વિદ્રોહથી તૂટી જશે કોંગ્રેસ? આ વાત એટલા માટે કારણકે ગુલામ નબી આઝાદની છત્રછાયાં હેઠળના કોંગ્રેસના 23 નેતાઓ પર બળવાખોરની છાપ ક્યારનીય લાગી ગઈ હતી. પરંતુ હવે તેમના બાગી સૂર ખુલીને સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા ગુલામ નબી આઝાદની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતા જમ્મૂ એકઠા થયા હતા..અને હવે જ્યારે બંગાળમાં કોંગ્રેસે લેફ્ટની સાથે સાથે ઈન્ડિયન સેક્યૂલર ફ્રંટનું ગઠબંધન કર્યું તો તેમાંથી જ એક નેતા આનંદ શર્માએ ન ફક્ત બેબાક નિવેદનબાજી કરી બલકે શરમનો અહેસાસ થતો હોવાની પણ વાત કરી...એવામાં શું એવું માની લઈએ કે કોંગ્રેસ ફરી તૂટવાના આરે છે. ?