બનાસકાંઠા: વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીની પોલીસે કરી અટકાયત

બનાસકાંઠા:  આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.  ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દાંતામાં ઇકબાલગઢ હાઇવે પર વિરોધ કરી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય અને પોલસી સાથે રકઝક પણ થઈ હતી. કાંતિ ખરાડીની અટકાયત કરી અમીરગઢ પોલીસ મથકે લઈ જવાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola