ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કલમ 144 લાગુ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર : કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે.
Continues below advertisement