Swarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?
વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતના મોટા દાવા કર્યા છે.. તેમણે કહ્યું કે, 100 ટકા અમને જીતનો વિશ્વાસ છે... આ વખતે 18એ આલમનો એક જ દાવો છે કમળ ખિલાવું છે કમળ ખિલાવું છે....
આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે. કારણ કે બંને ઉમેદવારોનું મતદાન ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે.
Tags :
Election Banaskantha ABP Asmita Gulab Singh Rajput #congress BJP Mavji Patel By-election Swaroopji Thakor