બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો સત્યાનાશ, જુઓ વીડિયો

ફરી એકવાર ભાજપમાં કાર્યક્રમમાં કોરોનાના નિયમનો સત્યાનાશ વળ્યો હતો. બોટાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. બોટાદ માર્કેટીંગ યાર્ડના સબયાર્ડ  શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડમાં  બનાવવામાં આવેલ ઓફીસ બિલ્ડીંગ તેમજ ખેડૂત આરામ ગ્રૃહ  અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાનું  લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર .પાટીલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ હજાર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં કોરોના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola