સી. આર. પાટીલની વધી શકે છે મુશ્કેલી, વધુ એક ફરિયાદ નોંધાવાની શક્યતા, જુઓ વીડિયો
ભાજપના ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલ સામે વધુ એક ફરિયાદ નોંધાવાની શક્યતા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. રેમડેસીવીર ઇન્જેક્શનનો ગેરકાયદે જથ્થો રાખવા બદલ ફરિયાદ નોંધવા અરજી સાથે સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, ઝાયડસના પંકજ પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે. સાથે એપેડેમિક ડિસીસિસ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવા અરજી કરાઈ છે.