Chaitar Vasava: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

Chaitar Vasava: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-7-2025

આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાહાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ધારાસભ્યે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા એ હવે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. આથી, જેલમાં બંધ AAP ના MLA ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટનાં શરણે ગયા છે. માહિતી અનુસાર, 22 જુલાઈનાં રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola