કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં, ભાજપ સરકારે ખેડૂતોને કર્યા બરબાદ: લલિત કગથરા

અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાનું કલ્યાણપૂર તાલુકા મથક સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ભરુચમાં 3 કૃષિ વિધેયક રદ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. કતોપોર બજાર, ગાંધી બજાર સહિતના વિસ્તાર બંધ જોવા મળ્યા હતા. વહેલી સવારથી ધમધમતા વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી. સુરતના માંડવીમાં ખેડૂતોના બંધના એલાનને સમર્થન મળ્યું હતું. માંડવીના દુકાનદારોએ બજારને સ્વયંભૂ બંધ રાખ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola