ભાજપમાં રૂપિયા લઇને ટિકીટ અપાતી નથી, જાણો ભાજપના ક્યા ટોચના નેતાએ કર્યો આ દાવો?
મિશન કચ્છ પર પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પાટીલે કહ્યું કે, ભાજપમાં પૈસા લઇને ટિકીટ આપવામાં આવતી નથી. તેમણે કહ્યું કે, કૉંગ્રેસમાં રૂપિયાની લેતી-દેતીથી ટિકીટ મળે છે. પાટીલે કહ્યું કે બહારના લોકો માટે ભાજપના દરવાજા બંધ છે.પક્ષના કાર્યકર્તાઓની શક્તિ પર જ ચૂંટણી જીતવાનો પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.