ભાજપના ક્યા બે ધારાસભ્યોની આંતરિક લડાઇનો સીઆર પાટીલે જાહેરમાં કર્યો સ્વીકાર
ભાજપના જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના જ ધારાસભ્યની પોલ ખોલી હતી. નવસારીમાં સુએજ ટ્રીટમેંટ પ્લાંટના ખાતમૂર્હુતના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નવસારી જિલ્લાના બે ધારાસભ્ય આર.સી.પટેલ અને પિયુષ દેસાઈના ગજગ્રાહના કારણે પ્રજાનો ખો નીકળી ગયો છે. પાટીલે જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે બે ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ હતો જેના કારણે પ્રજાનો ખો નીકળી ગયો હતો.