Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ

Continues below advertisement

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ

કરોડના કૌભાંડને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, BZ ગ્રુપના 6 હજારોના કરોડના કૌભાંડ કેસમાં અત્યારે મોટો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુબ ધારાસભ્ય કરતા હોવાનું સામે આવ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (નો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય  ખુબ ભૂપેન્દ્રસિંહ ઝાલા નું માર્કેટિંગ કરી રહ્યાં છે.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા  કહીં રહ્યાં છે કે, ‘એકના બે અને બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે. જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ એવું જાણવા મળ્યું છે કે, BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો આ વીડિયો છે. જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાડા BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યાં છે. આવી કરી જો ધારાસભ્ય ખુદ આવા કૌભાંડનું માર્કેટિંગ કરતા હોય તો સામાન્ય માણસો ભોળવાઈ જાય એ સ્વાભાવિક છે. કારણે અત્યારે સૌ કોઈને પૈસા જ કમાવવા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram