Bhuraji Thakor:‘ત્રીજી વાર મામેરું ભર્યું.. બહેન હવે તો હદ હોય તમારા મામેરા અમારાથી પુરા થયા છે..’
ગુજરાતમાં આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બનાસકાંઠામાં દરરોજ રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ ગેનીબેન ઠાકોરના કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ભુરાજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને સમર્થન આપ્યું છે.
વાવ બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અને ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. તેમણે આગેવાનોના કહેવાથી ફોર્મ પરત ખેંચ્યું હોવાનું સામે આવ્યું છે. ભુરાજી ઠાકોરે સમાજના મતનું વિભાજન ન થાય તે માટે નિર્ણય લીધો છે. તો ચોંકાવનારી વાત તો એ છે કે, ભુરાજી ઠાકોરે ભાજપને સમર્થન આપ્યું છે. લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો સાથે રાખીને ભુરાજીએ ફોર્મ પરત ખેંચ્યું છે.