Geniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાને
Geniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાને
ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ મુદ્દે વધુ વકર્યો છે અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે સરકાર સામે આ મુદ્દે બાંયો ચઢાવતા કહ્યું કે, સરકાર ઠાકોર સમાજ સાથે પક્ષપાતી વલણ અપનાવી રહી છે, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ રહી છે.
બનાસકાંઠા લોકોસભા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે પક્ષપાતી વલણને લઇને સવાલો ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોના સન્માનને લઇને સરકારે ઘેરી છે. ગેનીબેન ઠાકોરે આ મુદ્દે જણાવ્યુ કે, હુ ઠાકોર સમાજની સાથે છું, કલાકારોના મુદ્દે ઠાકોર સમાજ સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે.