
Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ
Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ
સોનગઢ નગર પાલિકા ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ, 2 ઈવીએમ મશીન ખોટકાયા
સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અહીં 2 ઈવીએમ મશીન ખોટકાયાના સમાચાર છે. મોકપોલ દરમ્યાન 2 ઈવીએમ મશીન ખોટખાયા છે. સોનગઢ નગર પાલિકાના વોર્ડ નંબર સાત માં બે મશીન ખોટકાતા બદલવામાં આવ્યા છે.
નવસારીની બીલીમોરા પાલિકાની ચૂંટણીમાં EVMમાં સર્જાઈ ખામી
નવસારીની બીલીમોરા પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. વોર્ડ નં 2ના બૂથ પર EVM મશીનમાં ખામી હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માગ કરીછે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે
EVM મશીન પર સવાલ ઉઠાવ્યાં છે.દોઢ કલાકથી વધુ સમયથી EVMમાં ખામી છતા મશીન ન બદલાયાનો આરોપ લગાવ્યો છે. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોર્ડ નં 1,3 અને 4માં કોંગ્રેસે EVMમાં ખામીનો આરોપ લગાવ્યો છે. EVMનું બટન હાર્ડ હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં EVM બદલાયું છેે