Haryana CM Oath Ceremony: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની 17મી ઓક્ટોબરે લેશે શપથ

Continues below advertisement
Haryana CM Oath Ceremony: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની 17મી ઓક્ટોબરે લેશે શપથ 
 
હરિયાણામાં નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. 17 ઓક્ટોબરના રોજ પંજકોલાના સેક્ટર પાંચમાં આવેલ દશેરા ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ યોજાશે. જ્યાં નાયબ સિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હરિયાણાના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે અને એટલું જ નહીં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
 
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની નીતિઓ પર જનતાએ તેમની મહોર લગાવી દીધી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મતદારોનો આભાર પણ માન્યો હતો. સૈનીએ કહ્યું, 'હું આનો સંપૂર્ણ શ્રેય મોદીજીને આપું છું. તેમના આશીર્વાદથી, તેમના માર્ગદર્શન હેઠળ, હરિયાણાના લોકોએ સરકારની નીતિઓને મંજૂરી આપી છે. સૈનીએ વડા પ્રધાન મોદીને તેમના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતૃત્વ અને પાર્ટી કાર્યકર્તાઓનો વિજય માટે તેમની સખત મહેનત માટે આભાર માન્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram