પાટણના MLA કિરીટ પટેલે શિક્ષકોનો બદલી કેમ્પને લઈ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

Continues below advertisement
પાટણના MLA કિરીટ પટેલે શિક્ષકોનો બદલી કેમ્પને લઈ શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત કરવા રજુઆત કરી છે. કિરીટ પટેલે કહ્યું કે, કોરોના કાળમાં શિક્ષકોના બદલી કેમ્પ કરવા યોગ્ય નહી. વર્ષોથી નોકરી કરતા શિક્ષકોને અન્યાય થાય તેવી રીતે કેમ્પો યોજવામાં આવે છે. 2012 અને 2014 ના પરિપત્રોનુ ઉલ્લંઘન થઇ રહ્યુ છે. બે દિવસ પાટણ ડિપીઓ દ્વારા લેખિત પરિપત્ર કરાયો જેમાં જે શિક્ષકો  મુળ જગ્યાએ નોકરી કરતા હોય એ એમની દાખલ તારીખથી સિનીયોરીટી ગણવાની વાત હતી અને બીજા દિવસે કેમ્પના આગલા દિવસે મૌખિક સુચનાથી કેમ્પ યોજવા અને સિનીયોરીટી નહી ગણવી તેવી સુચના આપવામાં આવી છે તે બાબત ગેરકાયદેસર હોવાનુ ધારાસભ્યએ ગણાવ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram