2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયોઃ અમિત શાહ
Continues below advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી ગામોના 1500 સરપંચોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેટલાક સરપંચોએ ભારત સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના કારણે સરહદે આવેલા ગામોનો પણ વિકાસ થયો છે અને સુવિધાઓ સરહદી વિસ્તારમાં વસતા લોકોને પણ મળતી થઈ છે.
Continues below advertisement