મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરા નગર હવેલીમાં સ્થાનિકોએ ધંધા-રોજગાર બંધ રાખ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં બંધનું એલાન આદિવાસી વિકાસ મંચ દ્વારા આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સંઘપ્રદેશ દમણના વિસ્તારમાં આંશિક બંધનો પ્રભાવ રહ્યો હતો જ્યારે સંત પ્રદેશ દાદરા નગર હવેલી સજ્જડ બંધ પડ્યું હતું. દાદરાનગર હવેલીના સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરને આત્મહત્યા કર્યા ને એક મહિનો થયો છે ત્યારે હજી સુધી એ બાબતમાં કોઈ નક્કર પગલા લેવાયા નથી