Lok Sabha Election 2024 | વલસાડમાં મુખ્યમંત્રીએ ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડવા કરી અપીલ

Continues below advertisement

Lok Sabha Election 2024 | વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બંને પાર્ટીના ઉમેદવારો અને અગ્રણીઓ મતદારોને  રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. હવે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વાપી પહોંચ્યા હતા. જ્યાં તેઓ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ  સાથે બૃહદ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી દેસાઈની , ભાજપ ઉમેદવાર ધવલ પટેલ , ભાજપના ધારાસભ્યો ,ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ને  આ વખતે 5 લાખથી વધુ મતની લીડ થી જીતવવા બથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.  આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી.  આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ને આ વખતે પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ પેજ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રિઝર્વ પ્રયાસ કરી રહ્યા છે.અને હવે મુખ્યમંત્રીએ પણ માર્ગદર્શન આપતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram