Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Continues below advertisement

Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળશે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગત વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

દેવેન્દ્ર ફડણવીસ બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram