હું તો પૂછીશ: પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન, પાર્ટીમાં હાજર રહેનાર MLA બ્રિજેશ મેરજાએ શું કહ્યું ? જુઓ વીડિયો
મોરબીમાં પોલીસકર્મીના જન્મદિવસ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ 19ની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. આ પાર્ટીમાં મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અધિક કલેકટર કેતન જોશી, લોકગાયક જીગ્નેશ બારોટ, નગરપાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. સામાન્ય માણસો માટેના કડક કોરોના મહામારીના કાયદાનો મોરબીમાં છડે ચોક ઉલળીયો જોવા મળ્યો હતો. મોરબીના સ્કાય મોલ ખાતે આવેલા હોલમાં ગત તા. 27 ડિસેમ્બર ના રોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.