CM રૂપાણીના નિવેદન પર મોઢવાડિયાનો પલટવાર, કહ્યુ-કોગ્રેસ ક્યારેય તૂટવાની નથી

પેટાચૂંટણી બાદ પણ કૉંગ્રેસ તુટશે તેવા મુખ્યમંત્રી રૂપાણીના નિવેદન પર કૉંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. કૉંગ્રેસ ક્યારેય નહીં તુટે તેવો અર્જુન મોઢવાડીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ભાજપ પક્ષની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા અને ભાજપમાં 7 વર્ષ સુધી રહેનારા લોકોને પણ મંત્રી પદ ન મળતું હોવાનો દાવો તેમણે કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે,  કૉંગ્રેસમાંથી ગયેલા નેતાને બીજા જ દિવસે જ મંત્રી પદ મળી જાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola