'આજે જેવા ઢોલ વગાડ્યા એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વગાડજો': નીતિન પટેલ
ગાંધીનગરના કલોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કલોલ ભાજપના નેતાઓને ટકોરની સાથે સૂચના અને સલાહ પણ આપી દીધી હતી. નીતિન પટેલે હળવા શબ્દોમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેંચાખેંચી ન કરતા. આજે જેવા ઢોલ વગાડ્યા એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વગાડજો. પછી આ આવ્યો,ના આવ્યો, મને બોલાવ્યો,ન બોલાવ્યો એવું ન કરતા.