નવા ત્રણ કૃષિ કાયદાને લઈ રાજ્યની APMC પર આડ અસર થઈ હોવાનો પરેશ ધાનાણીનો આરોપ

Continues below advertisement
નવા ત્રણ કૃષિ કાયદાની અસરને લઈ APMC પર ગંભીર અસર જોવા મળી હોવાનો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે.   ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, નવા 3 કૃષિકાયદાના કારણે APMCના કર્મચારીઓને પગાર નથી મળતા, 8 APMCમાં નવા કાયદાના અમલ બાદ પગાર નથી થયા, સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાલા અને ધરમપુર APMCમાં પગાર નથી થયા, સાથે કર્મચારીઓના પગાર પણ ઘટાડાયા છે. ધાનાણીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે,16 APMCમાં વેપારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોસંબા, નિઝર, નડિયાદ, સોનગઢ, દેવગઢ બારીયા, મહુવા, વલસાડ, ખેડબ્રહ્મા, ધરમપુર, વાઘોડિયા, લુણાવાડા, દેસર, ડેડીયાપડા, વાલિયા, બાવળા, બારડોલી અને ઉમરાળા APMCમાંથી વેપારીઓને બહાર કઢાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram