અબડાસા પેટાચૂંટણીઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું- રિમોટથી ચાલે છે રૂપાણી સરકાર
ક્ચ્છ અબડાસામાં પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોગ્રેસના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અબડાસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા નિવેદન મામલે વળતો પ્રહાર કરતા કોગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, રૂપાણી સરકાર દિલ્હીના રિમોટ કંન્ટ્રોલથી ચાલે છે. ધાનાણીએ સવાલ કર્યો હતો કે કયા બ્રાન્ડનો દારૂ પીવડાઈ કરોડો રૂપિયા આપી કોંગ્રેસના ધારાસભ્યો ખરીદયા.