PM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp Asmita

PM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp Asmita 

PM મોદી 7 માર્ચ 2025ના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તંત્રએ પુરજોશમાં તૈયારીઓ આદરી છે. પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે.

PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલ્વાસથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola