Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કરવા મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે..રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને મોદી સરકારની ટિકા કરી..રાહુલ ગાંધીએ લખ્યું.. ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કરવાનો અમેરિકાનો નિર્ણય આર્થિક બ્લેકમેઈલ છે. વેપાર સમજૂતિ માટે ભારતને ધમકાવવાની આ કોશિશ છે. પ્રધાનમંત્રી મોદી પોતાની નબળાઈ ભારતીયોના હિત પર હાવી ન થવા દે.

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ ચરમસીમાએ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ દંડ તરીકે લાદવામાં આવ્યો છે. હવે ફરી એકવાર તેમણે મોટું નિવેદન આપ્યું છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola