Gujarat Congress | કૃષિમંત્રીની ઘેડ પંથકની મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું

Continues below advertisement

Gujarat Congress | ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના વિસ્તારની કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી...જિલ્લાના માણાવદર,,વંથલી અને કેશોદ તાલુકાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોની રજૂઆતો સાંભળતા કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ માણાવદર ખાસ હાજર રહ્યા હતા..કૃષિ મંત્રીશ્રીએ કહ્યુ હતું કે, રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્તોની વિસ્તારનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે...ખેતરમાં ઉભા હતા તે પાકને થયેલી નુકસાની, ખેતરનું ધોવાણ, ભારે વરસાદથી પ્રભાવિત થયેલા માર્ગોની મરામત વગેરે પ્રશ્નો ઉકેલવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે... વધુમાં રાજ્ય સરકારમાં પણ આ પ્રશ્નોની રજૂઆત કરીને નિરાકરણ કરવામાં આવશે...તેમણે ઘેડ પંથકના લોકોની વ્યથાને વાચા આપતા કહ્યુ હતું કે, આ વિસ્તારના નાગરિકોને ચોમાસામાં  વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.. આ સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય સરકાર ચોક્કસ નિરાકરણ લાવશે..ઘેડ પંથકમાં પાણી ભરાઇ જવાના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે તે માટે સર્વે સહિતની કામગીરી હાલ કરવામાં આવી રહી છે... આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. મહત્વનું છે કે દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે અને બાદમાં સરકાર તેમજ તંત્ર દ્વારા આ પ્રકારની વાતો કરાઈ છે પરંતુ સમસ્યાનું સમાધાન આજ દિન સુધી આવ્યું નથી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram