Janmashtami Mela 2024 | રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળા રાતે 11 વાગ્યા સુધી જ રહેશે ચાલું
Continues below advertisement
Janmashtami Mela 2024 | રાજકોટ લોકમેળાને લઈ મોટા સમાચાર. પ્લોટધારકો માટે વહીવટી પ્રશાસને બનાવ્યા 44 નિયમ. નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત. 50 રૂપિયાના સ્ટેમ્પમાં સોગંદનામું કરવું પડશે. દુર્ઘટના ન સર્જાય તે માટે ગોઠવાશે વિશેષ સુરક્ષા વ્યવસ્થા. રાઈડ્સનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત. ડ્રોનથી લોકમેળામાં ભીડ પર રખાશે નજર. 11 KVનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરાશે. વધુ ભીડ ન થાય એ માટે સ્ટોલની સંખ્યામાં ઘટાડો. મેળાનો સમય સવારે 8થી રાત્રિના 11 વાગ્યા સુધીનો રહેશે. 5 એંટ્રી ગેટ પર ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ તૈનાત રખાશે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટનો મેળો ખૂબ જ પ્રચલિત છે. જ્યાં મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આગકાંડની ઘટના બાદ તંત્ર સતર્ક થયું છે અને તેમજ મેળામાં કોઈ ખામી ન સર્જાય તેને લઈને પગલા લેવાી રહ્યા છે.
Continues below advertisement