સોમનાથ દર્શન કરવા ગયેલા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો કરાયો વિરોધ, જુઓ વીડિયો
સોમનાથના દર્શને આવેલા આપના નેતા ગોપાલ ઈટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સાથે દર્શન કરવા ગયા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિરોધ કરનારા લોકોને ઈટાલિયાએ ભાજપ પ્રેરિત ગણાવ્યા હતા.