Rahul Gandhi | પ્રિયંકા વારાણસીથી લડત તો PM મોદી 2-3 લાખ મતથી હારી જાત | રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi | કોંગ્રેસના નેતા અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડતા તો નરેન્દ્ર મોદી 2-3 લાખ મતોથી હારી જાત. આ સમયે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આવો સાંભળીએ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર શું કર્યા હતા પ્રહાર. લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી (lok sabha electons results 2024). નરેન્દ્ર મોદી ત્રીજી વખત (PM Narendra Modi) વડાપ્રધાન બન્યા, સરકાર બની, મંત્રાલયોની વહેંચણી થઈ અને હવે લોકસભાના સ્પીકર (Lok Sabha speaker) કોણ હશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સંસદનું વિશેષ સત્ર 24 જૂનથી શરૂ થઈ શકે છે અને તેની સાથે સ્પીકરની ચૂંટણીની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.