Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..

 કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પ્રહારો કર્યા છે. અમેરિકામાં લાંચ કૌભાંડને લઈને વિવાદોમાં ફસાયેલા ગૌતમ વિશે રાહુલે કહ્યું કે અમેરિકન એજન્સીએ તેને રંગે હાથે પકડ્યો છે, પરંતુ ભારતમાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમની ધરપકડ થવી જોઈએ. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ચૂપ બેસીશું નહીં. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવશે. અમે એ પણ જાણીએ છીએ કે ભાજપ સરકાર અદાણીને બચાવશે. અમેરિકન તપાસ એજન્સીએ કહ્યું છે કે અદાણીએ 2 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી રહી નથી. અદાણી હવે જેલની બહાર કેમ છે? અદાણીની ધરપકડ થવી જોઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola