Rajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશે

Continues below advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એક દર્દીને સારવાર આપવાને લઈને ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરેલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. શું હોસ્પિલમાં આવી રીતે દર્દીને આવી રીતે સારવાર આપવામાં આવે છે? મળતી જાણકારી પ્રમાણે સર્જરી વિભાગમાં સારવાર લઈ રહેલા મનોજ ઉદ્વવ નામના વ્યક્તિ લોબીમાં જોવા મળ્યો છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, હુમલામાં ઘવાયેલ શ્રમિકને સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં સર્જરી વોર્ડ નંબર 2 માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે બપોરના સમયે કાલાવડ રોડ પરથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સર્જરી વોર્ડમાંથી લોબીમાં કેમ પહોચ્યો તેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. આગવ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવી ન પડે તેમાટે સ્ટ્રેચરમાં લઇ PM રૂમ સુધી મૂકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram