Rupala Controversy | રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાને મોદીને લખ્યો પત્ર
જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ પુરુષોત્તમ રૂપાલાને સંબોધીને લખ્યો પત્ર. ક્ષત્રિયો અંગે કરેલ નિવેદન અને થઈ રહેલ વિરોધ અંગે સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેવા પત્રમાં કર્યો ઉલ્લેખ. ચૂંટણીમાં ભાજપને સંભવિત ગંભીર નુકસાન અટકાવવા તથા ગુજરાતની શાંતિ અકબંધ રહે તે માટે લોકસભાના ઉમેદવાર તરીકે સ્વૈચ્છિક હટી જવા રૂપાલાને પત્રમાં લખ્યું. પરસોતમ રૂપાલા ઉપરાંત વડાપ્રધાન રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ વગેરેને પણ એક પત્ર લખવામાં આવ્યો. રૂપાલા ના નિવેદન ઉપરાંત પક્ષમાં ક્ષત્રિયોને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવાનો પણ ઉલ્લેખ. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્ષત્રિયોને સારુ પ્રતિનિધિત્વ મળતું હતું જેની તુલનામાં ભાજપમાં ક્ષત્રિય સમાજને તેમના જેટલું પ્રતિનિધિત્વ ન મળતું હોવાનો પણ ઉલ્લેખ. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ક્ષત્રીઓને યોગ્ય પ્રતિનિધિત્વ ભાજપ સરકાર નથી આપતી.