AMC વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માના સમર્થકો પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોંગ્રેસ કાર્યાલયની બહાર એકત્ર થયેલા આ સમર્થકો છે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના.દિનેશ શર્માએ સોમવારે વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર આવ્યો.દિનેશ શર્માના સમર્થનમાં અંદાજે 300 જેટલા કાર્યકરોએ PCC ખાતે દિનેશ શર્માના રાજીનામાંનો અસ્વીકાર કરવા વિરોધ વ્યક્ત કર્યો.પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માને જ વિપક્ષ પદે રાખવા સમર્થકો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજુઆત માટે પહોંચ્યા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા અને બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને હિમતસિંહ પટેલ વચ્ચેનો કલહ ચરમસીમાએ પહોંચ્યો છે.જેની સીધી અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર થશે.