અહમદ પટેલની દફનવિધિમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહ્યાં ઉપસ્થિતિ, જુઓ વીડિયો
અહમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિમાં હાજરી આપવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, છત્તીસગઢના CM ભુપેશ બઘેલ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.