Visavadar BJP Candidate : વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન, કિરીટ પટેલ ભરશે ફોર્મ
Visavadar BJP Candidate : વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન, કિરીટ પટેલ ભરશે ફોર્મ
વિસાવદરથી કૉંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. વિસાવદરમાં રસ્તા સહિત પાયાના પ્રશ્નો છે. ગામે ગામ જઈ પ્રચાર કરવાનો ઓછો સમય છે. ઈકો ઝોન અને ખાતરના ભાવ સહિતના પ્રશ્નો છે. આજે વિસાવદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેમણે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું.
કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.