દૂધસાગર ડેરીમાં બોનસ પગાર કૌભાંડને લઇને ડેરીના કર્મચારીઓએ શું કર્યો મોટો ખુલાસો?
Continues below advertisement
દૂધ સાગર ડેરીના કર્મચારીઓએ ABP અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો કર્યો હતો. ડેરીના કર્મચારીઓએ કહ્યું હતું કે ડેરીએ દિવાળી બોનસમાં અમને ડબલ પગાર બોનસ આપ્યો હતો. પણ ત્યારબાદ એક પગારના નાણાં પરત માગી લેવાયા હતા. ડેરીના જે તે વિભાગના સેક્શન અધિકારીએ આ નાણાં પરત ઉઘરાવી લીધા હતા. તો કેટલાક કર્મચારીએ બોનસના નાણાં વાપરી દેતા વ્યાજે પૈસા લઈને પણ પરત કર્યા હતા. વિપુલ ચૌધરીની જે કેસમાં ધરપકડ થઈ છે. તે કેસને લઈ હવે કર્મચારીઓ ખુલીને સામે આવી રહ્યા છે.
Continues below advertisement